ઉદ્ધવ ઠાકરેને પડકાર આપનાર નવનીત રાણાએ ફિલ્મોમાંથી કેવી રીતે કર્યો રાજકારણમાં પ્રવેશ
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠને લઈને નવનીત રાણા હાલ ચર્ચામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવનીત રાણાનું પૂરું નામ 'નવનીત કૌર રાણા' છે. નવનીતનો જન્મ મુંબઈમાં પંજાબી પરિવારમાં થયો હતો. નવનીતના પિતા આર્મીમાં હતા.
નવનીતે 12મા સુધી અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેણે અભ્યાસ છોડીને મોડલિંગમાં કરિયર બનાવી.
મોડલિંગ બાદ નવનીતે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો. નવનીતે કન્નડ અને કેટલીક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય નવનીતે પંજાબી અને મલયાલમ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે.
પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવતી નવનીતે રવિ રાણા સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો. વર્ષ 2014માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા પરંતુ હારી ગયા.
વર્ષ 2019 માં, NCP અને કોંગ્રેસના સમર્થનથી અમરાવીતથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા. તેમણે અમરાવતી સીટ પર શિવસેનાના ઉમેદવારને હરાવ્યા હતા.
નવનીતના પતિ રવિ રાણા મુંબઈમાં અપક્ષ ધારાસભ્ય છે અને બાબા રામદેવના ભત્રીજા છે.
નવનીત અને તેમના પતિ રવિ હાલ જેલમાં છે