રાશન કાર્ડ છે તો જાતે જ બનાવી શકશો પોતાનું આયુષ્યમાન કાર્ડ, ફક્ત કરવું પડશે આટલું કામ
Ayushman Card Process: તમે ઘરે બેઠા બેઠા આયુષ્માન કાર્ડ મેળવી શકો છો. જો તમારું નામ રાશન કાર્ડમાં છે, તો આ રીતે તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, ભારતમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને મફત સારવારની સુવિધા મળે છે. આ માટે સરકારે વર્ષ 2018માં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. યોજના હેઠળ લાભ મેળવવા માટે આયુષ્માન કાર્ડ બનાવવું પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅગાઉ આયુષ્માન કાર્ડ મેળવવાની પ્રક્રિયા થોડી મુશ્કેલ હતી. પરંતુ હવે તે એકદમ સરળ બની ગયું છે. તમે ઘરે બેઠા જ આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, પરંતુ આ માટે શરત એ છે કે તમારું નામ રાશન કાર્ડમાં હોવું જોઈએ. જો તમારું નામ રાશન કાર્ડમાં છે તો તમે ઘરે બેઠા આયુષ્માન કાર્ડ બનાવી શકો છો.
આ માટે તમારે આયુષ્માન એપ ડાઉનલોડ કરવી પડશે. આ પછી તમારે લોગિન ઓપ્શન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. તે પછી તમારે વેરિફાઈ પર ક્લિક કરવાનું રહેશે.તે પછી તમારા મોબાઈલ નંબર પર OTP આવશે તમારે OTP અને કેપ્ચા નાખીને આગળ આવવું પડશે. આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે.
તેમાં તમારે તમારું રાજ્ય, યોજના, જિલ્લો પસંદ કરવો પડશે અને પછી તમારે તમારો રાશન કાર્ડ નંબર દાખલ કરવો પડશે અને સર્ચ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
સર્ચ પર ક્લિક કરતાની સાથે જ તમને રાશનકાર્ડમાં હાજર તમામ લોકોના નામ દેખાશે. ત્યારબાદ તમારે નવું આયુષ્માન કાર્ડ બનાવવા માટે આઇન્ડેટિફાઇ બટન પર ક્લિક કરવાનું રહેશે.
પછી આધાર OTP, ફેસ, ફિંગરપ્રિન્ટ અને વિકલ્પો તમારી સામે દેખાશે. તમારે તેમાંથી કોઈપણ એક વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી માંગવામાં આવેલી જાણકારી આપવાની રહેશે અને પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.