Blood Sugar: કોરોના બાદ વધેલા બ્લડ શુગર લેવલને આ વસ્તુને ડાયટમાં સામેલ કરીને નિયંત્રિત કરો, , જાણો સરળ ઉપાય
આપ કોરોનાના કારણે વધેલા બ્લડ શુગરના કારણે પરેશાન છો તો પરેશાન થવાની જરૂર નથી. આપ ડાયટમાં સામાન્ય ફેરફાર કરીને બ્લડ શુગરને નિંયંત્રિત કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનામાં સ્ટીરોઇડના હાઇડોઝના કારણે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર લેવલ વધી જવાની શક્યતા વધુ રહે છે. આ સ્થિતિમાં લાઇફસ્ટાઇલ અને આહાર શૈલીમાં થોડો ફેરફાર કરીને બ્લ઼ડ શુગર લેવલને કન્ટ્રોલ કરી શકાય છે.
એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે કરાય છે. સૂતા પહેલા પાણીમાં એપલ સાઇડર વિનેગરની બે ચમચી ઉમેરીને તેને મિક્સ કરીને પી શકાય છે. સવારે ખાલી પેટ લેવાથી પણ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. એપલ સિરકા એસડિક હોય છે તેથી બ્લડ શુગર લેવલ મેન્ટેન્ટેન્ટ કરવામાં મદદ મળે છે.
ડાયબિટીસના દર્દીઓને ડાયટમાં ફાઇબરયુક્ત ફૂડને સામેલ કરવું જોઇએ. આપના ભોજનમાં મલ્ટીગ્રેઇન લોટ, બાજરીનો લોટ, રાગી અથવા ચોકરને સામેલ કરી શકો છો. તેનાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે. પ્રોટીન માટે દાળ, ઇંડા., ચણા. લો ફેટ મિલ્ક, દહીં, છાશ લઇ શકાય છે.
જો આપનું બ્લડ શુગર લેવલ નોર્મલ ન હોય તો તજના પાવડરનો કે તજનો ઉપયોગ ડાયટમાં કરી શકો છો. તજમાં Coumarin નામનું યૌગિક હોય છે. જે ગ્લાઇસેમિક કન્ટ્રોલમાં મદદ કરે છે. તજ દ્રારા શરીમાં કોશિકા દ્રારા ગ્લોકોઝ લેવામાં મદદ મળે છે. તેથી શુગર લેવલ ઓછું થાય છે.