Gaganyaan: હજુ તો ભારતનું સૌથી મોટુ સ્પેસ મિશનનું લૉન્ચ થવાનું બાકી છે, જાણો 'મિશન ગગનયાન' વિશે....
Human Mission Gaganyaan: ભારતીય સ્પેસ એજન્સી ઇસરોએ હાલમાં ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ વિસ્તારમાં હજુ સુધી દુનિયાનો કોઇપણ દેશ નથી જઇ શક્યો. પરંતુ ભારતે સ્પેસમાં ઘણુ આગળ વધવાનું બાકી છે. હવે ભારતનું ઇસરો માનવ મિશન ગગનયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ચંદ્રયાનની સફળતા બાદ હવે ISRO ગગનયાન મિશન શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં અવકાશયાત્રીઓને મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય વાયુસેનાના કેટલાક પાયલોટ અવકાશયાત્રીઓ તરીકે અવકાશમાં જશે, જેમની તાલીમ પણ લાંબા સમયથી ચાલી રહી છે.
આવનારા કેટલાક મહિનામાં ભારતનું સૌથી મોટું મિશન લૉન્ચ થઈ શકે છે, જેમાં માનવોને અવકાશમાં મોકલવામાં આવશે.
સ્પેસ એજન્સી ઈસરોનું આ પહેલું માનવસહિત મિશન હશે. જેને 'ગગનયાન' મિશન નામ આપવામાં આવ્યું છે.
'ગગનયાન' અવકાશ મિશન માટે પ્રથમ રોબૉટ તૈયાર કરવામાં આવી રહ્યા છે, ત્યારબાદ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.
આ મિશન આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે, જેમાં રોબૉટ વ્યોમિત્રાને અવકાશમાં મોકલવામાં આવશે. જે ત્યાં અવકાશયાત્રીઓની સુરક્ષાને લઈને દરેક ડિટેલ્સમાં જાણકારી આપશે.
'ગગનયાન' પ્રૉજેક્ટ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોંઘું મિશન હશે. તેની કુલ કિંમત લગભગ 10 હજાર કરોડ રૂપિયા છે.