હજ યાત્રામાં મિયાં-બીબીનું સાથે રહેવું બેન... ભારતીય મુસલમાનો માટે સાઉદી અરબની હજ કમિટીએ લાગું કર્યો નવો નિયમ
હજ યાત્રાના નવા નિયમો હેઠળ 2025માં હજ કરી રહેલા પતિ-પત્ની હવે એક જ રૂમમાં રહી શકશે નહીં. જોકે, બંનેના રૂમ નજીકમાં હશે જેથી જરૂર પડ્યે તેઓ એકબીજાને મદદ કરી શકે. સાઉદી અરેબિયાની સરકારે હજ યાત્રા દરમિયાન પતિ અને પત્નીને એક જ રૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉદી અરેબિયાની સરકારે 2025થી હજ યાત્રાએ જતા ભારતીય પતિ-પત્નીને એક જ રૂમમાં રહેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. સાઉદી અરેબિયાની સરકારે આવો નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે કેટલાક લોકો ફરિયાદ કરતા હતા કે પતિ-પત્ની એક જ રૂમમાં રહે છે, જેના કારણે તેમની વચ્ચે વ્યભિચાર થાય છે. ભારતની હજ કમિટીએ પણ આ અંગેની માહિતી આરબ સરકારને આપી હતી.
આ સમસ્યાનો સામનો કરવા માટે હજ કમિટિ ઓફ ઈન્ડિયાએ કેટલાક નિયમો તૈયાર કર્યા છે. પતિ-પત્નીના રૂમ નજીકમાં જ રાખવામાં આવશે.
હજ કમિટીના જણાવ્યા અનુસાર, દરેક ફ્લૉર પર રિસેપ્શનની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યાં હજ યાત્રીઓને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી પતિ-પત્ની તે જગ્યાએ બેસીને એકબીજા સાથે વાત કરી શકે.
અગાઉ, સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન માત્ર ભારતીય પુરુષો અને સ્ત્રીઓને એક જ રૂમમાં રહેવાની છૂટ હતી. વિશ્વના અન્ય દેશોમાંથી આવેલા પતિ-પત્ની અલગ-અલગ રૂમમાં રહેતા હતા.
ભારતને આ છૂટ એટલા માટે આપવામાં આવી હતી કારણ કે ભારતમાંથી હજ યાત્રા પર જનારા મોટાભાગના લોકો ઓછા ભણેલા અને મોટી ઉંમરના હતા.