પાસપોર્ટ વિના જ વિદેશ જઇ શકાય છે કે નહીં, શું કહે છે નિયમ?
Passport Rules: જો કોઈ વ્યક્તિ વિદેશ પ્રવાસ માટે ભારતની બહાર જવા માંગે છે તો પછી પાસપોર્ટ જરૂરી છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં તમે પાસપોર્ટ વગર પણ મુસાફરી કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉદાહરણ તરીકે બેન્કિંગ સંબંધિત કામો માટે પાન કાર્ડ જરૂરી છે. મતદાન કરવા માટે મતદાર કાર્ડ જરૂરી છે. એ જ રીતે વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ જરૂરી છે.
પરંતુ ઘણી વખત લોકોના મનમાં આ સવાલ આવે છે. પાસપોર્ટ વગર પણ વિદેશ પ્રવાસ કરી શકાય કે નહીં? આ અંગે શું નિયમ છે?
તો ચાલો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે વિદેશ જવા માટે તમારે પાસપોર્ટની જરૂર હોય છે. પરંતુ બે દેશ એવા છે જ્યાં જવા માટે ભારતીયોને પાસપોર્ટની જરૂર નથી.
આ દેશોમાં ભારતના બે પાડોશી દેશ નેપાળ અને ભૂટાનનો સમાવેશ થાય છે. કોઈપણ ભારતીય પાસપોર્ટ વિના આ બંને દેશોમાં પ્રવેશ કરી શકે છે.
પરંતુ તમે આ બંને દેશોમાં પાસપોર્ટ અને વિઝા વિના મુસાફરી કરી શકો છો.