ટ્રાફિક પોલીસે ખોટું ચલણ આપી દીધું છે તો કરો આ કામ, નહી આપવા પડે રૂપિયા
Traffic Challan Rules : જો તમે રસ્તા પર નિયમોનું પાલન કરતી વખતે વાહન ચલાવો છો તો ટ્રાફિક પોલીસ ચલણ આપી શકે છે. તેથી તમે આ રીતો અપનાવશો તો તમારે એક પણ રૂપિયો દંડ ચૂકવવો પડશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો વાહનચાલક ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો ટ્રાફિક પોલીસ ચલણ ફટકારે છે. જુદા જુદા નિયમોને અનુસરીને વિવિધ પ્રકારના ચલણ જાહેર કરવામાં આવે છે.
પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યા પછી પણ ટ્રાફિક પોલીસ ચલણ ફટકારે છે.
જો ટ્રાફિક પોલીસ તમને ખોટું ચલણ આપે છે તો તમે તેમની સામે ફરિયાદ કરી શકો છો. આવી સ્થિતિમાં તમારે ચલણ ન ભરવું જોઈએ.
તેના બદલે તમારે ચલણને કોર્ટમાં પડકારવો જોઈએ. કોર્ટમાં જાવ અને સમગ્ર ઘટના અંગે ન્યાયાધીશ સમક્ષ તમારી દલીલ રજૂ કરો. જો તમારી દલીલ સાચી હોય તો પછી કોર્ટ તમારું ચલણ રદ કરશે.
આ ઉપરાંત, તમે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયની સત્તાવાર ટ્રાફિક સાઇટ echallan.parivahan.gov.in/gsticket/ પર જઈને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.