જો અનુભવાય આ 5 લક્ષણો તો થઇ જાવ એલર્ટ, આ છે કોરોનાના સાંકેતિક લક્ષણો, ન સમજો કોલ્ડ ફ્લૂ
સૂકી ઉધરસ સાથે ગળામાં ખરાશ પણ કોરોના વાયરસનું મુખ્ય લક્ષણ છે. આ સમયે જો ગાળમાં ખરાશ કે દુખાવો હોય તો કોલ્ડ કે ફ્લૂ નહીં પરંતુ કોરોના વાયરસ હોઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોવિડ-19નું મુખ્ય લક્ષણ છે સૂકી ખાંસી જો આપને સતત સૂકી ખાંસી આવતી હોય તો તેને નજરઅંદાજ કર્યાં વિના કોવિડ-19નો RT-PCR ટેસ્ટ કરાવવો જોઇએ.
લોસ ઓફ સ્મેલ પણ કોરોના વાયરસનું મુખ્ય લક્ષણ છે. વીકનેસ, સૂકી ખાંસી સાથે જો આપની સુંઘવાની ક્ષમતા ખતમ થઇ ગઇ હોય તો કોવિડનો ટેસ્ટ કરાવવો જરૂરી બને છે.
નબળાઇ આ પણ કોરોના વાયરસની જ દેણ છે. જો શરીરમાં થકાવટ અનુભવાતી હોય. ખૂબ જ થાક લાગતો હોય તો આપને વિલંબ કર્યો વિના કોવિડ-19નો ટેસ્ટ કરાવવો જોઇએ..
કોવિડ-19માં ભૂખ ન લાગવી અને સ્વાદ ન આવવો પણ એક લક્ષણ છે. જો આપ પણ આમાથી કોઇ લક્ષણ અનુભવતા હો તો વિલંબ કર્યાં વિના ટેસ્ટ કરાવવો હિતાવહ છે.