Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Health Tips: શું આપને ગેસની સમસ્યા છે? તો આ ઘરેલુ નુસખાથી મળશે રાહત
પેટમાં ગેસ બનતો હોય તો તેને નજરઅંદાજ ન કરો કેટલીક વખત તે છાતીમાં ચઢી જાય તો છાતીમાં દુખાવાનું કારણ બને છે તો કેટલીક વખત તે માથામાં ચઢી જાય તો માથામાં સખ્ત દુખાવો થાય છે. એસિડીટી વધી જતાં ઉલ્ટી થાય છે. આ ગેસ એસિડીટિનો ઘરેલુ સચોટ ઉપાય જાણીએ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેસ એસિડીટિની સમસ્યાને કાબૂ કરવા માટે હિંગના પ્રયોગ કારગર છે. એક ગ્લાસ ગરમ પાણીમાં હિંગ મિક્સ કરીને પીવાથી એસિડિટીની સમસ્યા રાહત મળી શકે છે.
તજ પણ આપની ગેસની સમસ્યાને દૂર કરી શકે છે. પાણીમાં તજ નાખીને તેને ગરમ કરીને આ પાણીનું સેવન કરવાથી ગેસની સમસ્યાથી રાહત મળે છે.
જીરૂ પણ ગેસની સમસ્યામાં ઓષધનું કામ કરે છે. જીરાને દહીં, સૂપ, મરી, સિધાલૂ સાથે પાણી્માં મિક્સ કરીને પી શકાય છે. જીરાનું પાણી ગેસની સમસ્યાને દૂર કરે છે.
મરી પણ ગેસની સમસ્યામાં કારગર છે. મરીની ચા ગેસની સમસ્યા માટે રામબાણ ઇલાજ છે.
લસણના સેવનથી પણ ગેસની સમસ્યાથી મુક્તિ મળે છે. ગેસની સમસ્યા માટે 2થી3 કાચા લસણની કળીનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.