Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
ભારત સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયની સૂચના મુજબ, ગેસ કંપનીઓએ ઉજ્જવલા સિલિન્ડર કનેક્શનના લાભાર્થીઓ જેમણે પોતાનું કેવાયસી નથી કરાવ્યું તેમને 31 મે, 2024 સુધીનો સમય આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે લાભાર્થીઓએ હજુ સુધી તેમના ઉજ્જવલા સિલિન્ડર કનેક્શન માટે KYC કરાવ્યું નથી, તેમણે જલ્દી એજન્સી પાસે આવીને તેમનું KYC કરાવવું જોઈએ, અન્યથા 1 જૂનથી તેમના ખાતામાં સબસિડી આવતી બંધ થઈ જશે.
આ આદેશ અગાઉ ભારત સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા પણ જારી કરવામાં આવ્યો છે. જો KYC કરવામાં ન આવે તો, ઉજ્જવલા લાભાર્થીઓની સબસિડી નહીં આવે.
તેથી એજન્સી સંચાલકોએ ઉજ્જવલા લાભાર્થીઓને વિનંતી કરી છે કે 30મી પહેલા તેમની ગેસ એજન્સીના પહોંચી જાય અને તેમનું KYC કરાવે.
ઉજ્જવલા યોજના માટે અરજી કરવાની પ્રથમ શરત એ છે કે અરજદાર મહિલા હોવી જોઈએ. મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
ઉજ્જવલા યોજનાની શરતો - મહિલા BPL પરિવારની હોવી જોઈએ. મહિલા પાસે BPL કાર્ડ અને રેશન કાર્ડ હોવું જોઈએ. અરજદારના પરિવારના કોઈપણ સભ્યના નામે એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. અરજદારનું નામ અથવા પરિવારના કોઈપણ સભ્યનું નામ પહેલેથી જ એલપીજી કનેક્શનમાં હોવું જોઈએ નહીં.