In Pics: જો સતત વરસાદ ચાલુ રહ્યો તો ડુબી જશે દેશના આ 5 શહેરો, જુઓ તસવીરો.....
Pics: દેશભરમાં હવે ચોમાસાની સિઝન શરૂ થઇ ચૂકી છે, દેશના કેટલાય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, હવામાન વિભાગ અનુસાર હવે આગામી દિવસોમાં પણ ભારે વરસાદથી રાહત નથી. દેશભરના કેટલાક રાજ્યોમાં અવિરત વરસાદને કારણે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. અહીં એવા પાંચ શહેરો વિશે ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેને ભારે વરસાદથી ખતરો રહેશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના કેટલાક શહેરો એવા છે જ્યાં વધુ પડતા વરસાદને કારણે પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. આવામાં આવા શહેરો પાણીમાં ગરકાવ થવાની સંભાવના છે.
કેરળના કોચ્ચીમાં મુશળધાર વરસાદ ચાલુ છે. અનેક જગ્યાએ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધ્યું છે, વૃક્ષો ધરાશાયી થવાથી ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત રાજ્યના કેટલાય ભાગોમાં સતત ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ દરિયાઈ મોજાના કારણે મકાનોને નુકસાન થયું છે.
હરિયાણાના ગુરુગ્રામમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. અહીંના મોટાભાગના સેંકડો ઘરોમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દિલ્હી-જયપુર હાઈવે પર ભયંકર જામની સ્થિતિ સર્જાઈ હતી.
રાજધાની દિલ્હીના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી, તો કેટલીક જગ્યાએ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. શહેરમાં 5 જુલાઈના રોજ 5 મીમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ (IMD) એ ગોવાના બંને જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અહીં દરિયાકાંઠાના વિસ્તારો માટે 'રેડ એલર્ટ' ચાલુ છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથૉરિટી (SDMA) એ જણાવ્યું છે કે ગોવાના લોકોને એવા વિસ્તારોમાં ના જવાની સલાહ આપવામાં આવી છે જ્યાં પૂરનું જોખમ છે.
બિહારમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થઇ ગયુ છે. અહીંના ચાર જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મધુબની, અરરિયા, સુપૌલ અને કિશનગંજમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે રાજધાની પટનામાં ભારે વરસાદના ઓછા સંકેતો છે.
હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. અહીં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક અલગ-અલગ સ્થળોએ 'ભારેથી અતિ ભારે વરસાદ'ની આગાહી કરવામાં આવી છે. મુંબઈ ભારતના સૌથી ભીના શહેરોમાંનું એક છે અને મુંબઈમાં સરેરાશ માસિક વરસાદ ઘણો વધારે છે.