Weather Forecast: દિલ્હીમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
નવી દિલ્હી: દેશના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. દિલ્હી-NCRમાં સતત વરસાદ ચાલુ છે. IMD અનુસાર દિલ્હીમાં આજે પણ વરસાદની સંભાવના છે. આ દરમિયાન આકાશ વાદળછાયું રહેશે અને વીજળી પણ પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સમયગાળા દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી રહી શકે છે. આ સિવાય આવતીકાલે પણ દિલ્હીમાં વરસાદની સંભાવના છે.
નોઈડામાં આજે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહી શકે છે. ગાઝિયાબાદમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહી શકે છે.
યુપીના મોટાભાગના જિલ્લાઓમાં 30 જુલાઈ સુધી વરસાદ થઈ શકે છે. પશ્ચિમ યુપીમાં આજે વધુ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે શનિવારે 20થી વધુ શહેરોમાં ભારે વરસાદની યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વધુ છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દેહરાદૂનમાં આજે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. IMD અનુસાર, દેહરાદૂનમાં આજે વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ પડી શકે છે. ચમોલી, ઉત્તરકાશી, ટિહરી, રુદ્રપ્રયાગ, પૌરી, પિથોરાગઢમાં મોટાભાગના સ્થળોએ વરસાદની ચેતવણી છે.
રાજસ્થાનના કોટા, ઉદયપુર ડિવિઝનમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે. જયપુર, ભરતપુર, અજમેર, બિકાનેર અને જોધપુર ડિવિઝનમાં ઘણી જગ્યાએ વરસાદ પડી શકે છે. આગામી સમયમાં પણ આવું જ હવામાન રહેવાની આશા છે.