ગુજરાતના કોરોના દર્દીઓની સારવાર માટે પાડોશી રાજ્યના સ્ટેશન પર ટ્રેનમાં બનાવાયું કેર સેન્ટર, સવલતો જોઈને થશે આશ્ચર્ય
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી જતાં હવે રેલવે કોચને પણ કોવિડ સેન્ટર બનાવી દેવાઇ છે. નંદુરબારમાં કોરોના કેસ વધી જતા કોરોના એક્સપ્રેસમાં કોવિડ સેન્ટર બનાવાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનંદુરબાર જિલ્લામાં ટોટલ 8 હજાર 88 કોરોના પોઝિટિવ છે. તો 470 દર્દી મોતને ભેટ્યાં છે. એક જ દિવસમાં નંદુરબાર જિલ્લામા ટોટલ 700,800 દર્દી પોઝિટિવ આવી રહ્યા છે. નંદુરબારના સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે. એના માટે વિશેષ રેલવેની વ્યવસ્થા કરવામા આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ આંતક મચાવ્યો છે. આ સ્થિતિમાં રેલવેએ એક્સપ્રેસને કોવિડ સેન્ટર માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ એક્સપ્રેસમાં મહારાષ્ટ્ર સહીત ગુજરાતના ઉચ્છલ નિઝરના પેશન્ટ સારવાર લેશે.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરીને નંદુરબાર જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દી માટે 31 કોચની ટ્રેનને કોવિડ સેન્ટરમાં ફેરવી દીધી છે.
કોવિડની સારવાર માટે 31 કોચની વિશેષ આ કોચને નંદુરબાર રેલ્વે સ્ટેશન રાખવામાં આવી છે. આ કોચમાં .નંદુરબાર જિલ્લા સહીત ગુજરાત રાજ્યના તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકાના કોવિડના દર્દીની સારવાર કરવામાં આવશે. કોચમાં કુલ 400 પેશન્ટની સારવારની સુવિધા છે.
કોવિડના દર્દીની સારવાર માટે કોચમાં અલગથી ડોક્ટર,નર્સ,આરોગ્ય કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ગરમીના કારણે પ્લેટફોર્મ પર મંડપ બાંધીને કુલરની વ્યવસ્થા પણ કરાઇ છે.
નંદુરબાર જિલ્લામાં ટોટલ 8 હજાર 88 કોરોના પોઝિટિવ છે. તો 470 દર્દી મોતને ભેટ્યાં છે. એક જ દિવસમાં નંદુરબાર જિલ્લામા ટોટલ 700,800 દર્દી પોઝિટિવ આવી રહ્યા છે. નંદુરબારના સરકારી હોસ્પિટલના બેડ ફુલ થઈ ગયા છે. એના માટે વિશેષ રેલવેની વ્યવસ્થા કરવામા આવી છે.
મહારાષ્ટ્રમાં કોરોનાએ આંતક મચાવ્યો છે. આ સ્થિતિમાં રેલવેએ એક્સપ્રેસને કોવિડ સેન્ટર માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. આ એક્સપ્રેસમાં મહારાષ્ટ્ર સહીત ગુજરાતના ઉચ્છલ નિઝરના પેશન્ટ સારવાર લેશે.