જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ, એક એએસઆઈ સહિત 4નાં મોત, તસવીરો જોઈ હચમચી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2023 09:42 AM (IST)
1
આ ઘટનામાં ASI અને અન્ય 3 મુસાફરોનું ગોળી વાગવાથી મોત થયું હતું. ચેતન નામના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જેની પોલીસે મીરા રોડ પરથી ધરપકડ કરી છે. ચારેય મૃતદેહોને શતાબ્દી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
3
આ ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આ ફાયરિંગ ટ્રેનના B 5 કોચમાં થયું હતું.
4
ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી,
5
એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના વરિષ્ઠ ASI વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને દલીલ થઈ હતી. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું.
6
દહિસર વિસ્તારમાં પાલઘર અને મુંબઈ વચ્ચેની ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.