Cloudburst: કુલ્લુમાં વાદળ ફાટ્યું, 6 લોકો ગુમ, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશના કુલ્લુની મણિકર્ણ ખીણના ચોજ વિસ્તારમાં સવારે લગભગ 5 વાગ્યે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે ઘણા ઘરો અને કેમ્પિંગ સાઇટ્સને ભારે નુકસાન થયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રાપ્ત માહિતી અનુસાર, કુલ્લુમાં રાતથી વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ચોજ નાળામાં સવારે વાદળ ફાટ્યું હતું.
વાદળ ફાટવાના કારણે કિનારે આવેલા મકાનોને પણ ઘણું નુકસાન થયું છે. ચોલા નાળા પાર્વતી નદી સાથે જોડાયેલ છે. વાદળ ફાટવાના કારણે ગામ તરફ જતો એકમાત્ર પુલ તેની ઝપેટમાં આવી ગયો છે.
વાદળ ફાટવાના કારણે મણિકર્ણની પાર્વતી નદી છલકાઈ ગઈ હતી. જેના કારણે ભારે નુકસાન થયું છે. નદીમાં હજુ પણ પાણીનો પ્રવાહ ચાલુ છે.પ્રશાસન કેમ્પિંગ સાઇટ પર કેટલા પ્રવાસીઓ રોકાયા હતા તેની માહિતી એકત્ર કરી રહ્યું છે.
હિમાચલમાં હવામાન વિભાગે બુધવારે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુરુવારથી ત્રણ દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વાદળ ફાટ્યા બાદ નદીમાં આવેલો પાણીનો પ્રવાહ.