Snowfall: ગુલમર્ગમાં થઈ બરફવર્ષા, હિમની ચાદરથી ઢંકાયા પહાડ, જુઓ તસવીરો
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના લોકપ્રિય પ્રવાસી વિસ્તાર ગુલમર્ગના ઊંચાઈવાળા વિસ્તારોમાં આજે બરફવર્ષા થઈ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુલમર્ગમાં હિમવર્ષાના કારણે વિસ્તારમાં ઠંડીમાં વધારો થયો છે. હિમવર્ષાના કારણે લોકો ઉત્સાહિત થઈ ગયા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ગુલમર્ગની અફરવત પહાડીઓમાં હિમવર્ષાના કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
બરફવર્ષના કારણે પ્રવાસન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ઉઠ્યા છે. તેમને મોટી સંખ્યામાં ટુરિસ્ટો આવવાની આશા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
રવિવારે અહીં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.
ફોટોગ્રાફર ફરહત નાયકે આ તસવીરો પોતાના કેમેરામાં લીધી છે અને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદની શક્યતા સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
હિમવર્ષના કારણે પહાડો બરફની ચાદરમાં લપેટાઈ ગયા છે.