દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેતા પહેલા અપાયું ગાર્ડ ઓફ ઓનર, જુઓ તસવીરો
આજે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ બંધારણીય પદના શપથ લીધા. સીજેઆઈ એનવી રમણાએ શપથ લેવડાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાષ્ટ્રપતિ પદના શપથ લેતાં પહેલા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યાર બાદ સંસદ ભવન રવાના થયા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિ ભવન પહોંચેલી દ્રૌપદી મુર્મુનું રામનાથ કોવિંદે સ્વાગત કર્યું હતું. જ્યાંથી મુર્મુ અને રામનાથ કોવિંદનો કાફલો સેન્ટ્રલ હોલ માટે રવાના થયો..
દ્રૌપદી મુર્મુએ પોતાના ભાષણમાં કહ્યું, 'હું પણ દેશની પ્રથમ રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો. આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ સ્વતંત્ર ભારતના નાગરિકો પાસેથી જે અપેક્ષાઓ રાખી હતી તેને પૂર્ણ કરવા માટે આપણે આ અમૃતકાળમાં ઝડપી ગતિએ કામ કરવાનું છે.
દ્રૌપદી મુર્મુએ ભાષણમાં આગળ કહ્યું, '26 જુલાઈ કારગિલ વિજય દિવસ પણ છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને સંયમ બંનેનું પ્રતીક છે. આજે હું દેશની સેનાઓને અને દેશના તમામ નાગરિકોને કારગિલ વિજય દિવસની અગાઉથી શુભેચ્છા પાઠવું છું.’