Rahul – Modi in Lok Sabha: નવો રોલ, નવી કેમિસ્ટ્રી, PM મોદી અને રાહુલ ગાંધીએ સંસદમાં મિલાવ્યા હાથ, જુઓ તસવીરો
લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજે સંસદમાં ચૂંટાયા. આ દરમિયાન એક દુર્લભ નજારો જોવા મળ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઓમ બિરલાને અભિનંદન પાઠવ્યા હતા
આ દરમિયાન બંને નેતાઓએ હાથ મિલાવીને ઓમ બિરલાનું અભિવાદન કર્યું અને પોતાની સીટ પર ગયા.
ઓમ બિરલા આગળ ચાલતા જોવા મળ્યા, ત્યારબાદ નરેન્દ્ર મોદી અને પછી રાહુલ ગાંધી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પોતાની સીટ પર લઈ જઈને હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાને તેમને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, ઓમ બિરલાના અનુભવ દેશ માટે ઉપયોગી થશે.
રાહુલ ગાંધીએ કહ્યું, મને વિશ્વાસ છે કે તમે વિપક્ષના અવાજને દબાવવા નહીં દો.
ગત લોકસભામાં સ્પીકરે રાહુલ ગાંધીને સંસદમાંથી હાંકી કાઢ્યા હતા.
સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું- આશા છે કે વિપક્ષનો અવાજ દબાવવામાં નહીં આવે. તેમજ હકાલપટ્ટી જેવી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તમારો અંકુશ માત્ર વિપક્ષ પર જ નહીં સરકાર પર પણ રહે છે. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલે છે, તેનાથી વિપરીત થવું જોઈએ નહીં.