Weather Update: વરસાદથી હજુ નહીં મળે રાહત, જુલાઈમાં પણ કરશે જમાવટ, 25 રાજ્યોમાં એલર્ટ
જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ હવામાન વિભાગની ચેતવણીએ ચિંતા વધારવાનું કામ કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર જુલાઈમાં અવિરત વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD એ લગભગ 25 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કેટલાક રાજ્યો એવા છે જ્યાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
જે રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે તેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ગોવા, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંદામાન-નિકોબાર, તમિલનાડુ, કેરળ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણાનો સમાવેશ થાય છે.
નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં સારા વરસાદની સંભાવના છે.
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કોંકણ અને ગોવામાં હળવો વરસાદ પડશે.
છેલ્લા બે દિવસમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે જેમા એકલા જામનગર જિલ્લામાં જ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાત હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં જૂનાગઢ, જામનગર, નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
જૂનાગઢમાં સૌથી વધુ સ્થિતિ વણસી છે અને ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે તેમજ અનેક ગામોમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
તમામ તસવીર સૌજન્યઃ PTI