Winter Care: પ્રાણી સંગ્રહાલયમાં સરિસૃપ, વાઘ સહિતના પ્રાણીઓને ઠંડીથી બચાવવા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, જુઓ તસવીરો
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં પ્રાણી સંગ્રહાલય પ્રશાસને પક્ષીઓ, પ્રાણીઓ અને સરિસૃપોને કડકડતી ઠંડીથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિયાળાની ઋતુથી બચવા માટે ઘાસના પડદા, હીટર અને બલ્બનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં બદલાતી હવામાન પરિસ્થિતિઓને કારણે ઝૂ મેનેજમેન્ટે પ્રાણીના આહારમાં પણ ફેરફાર કર્યો છે.
ગાંધી ઝૂઓલોજિકલ ગાર્ડનના ક્યુરેટર ગૌરવ પરિહારે ANIને કહ્યું, “શિયાળાની મોસમમાં સરિસૃપના રક્ષણના પ્રથમ તબક્કામાં, અમે સાપના કાચના પાંજરામાં 200-વોટના બલ્બ મૂક્યા છે.
. અમે તે બ્લબ્સ સાંજે લગભગ 7 વાગ્યાથી સવાર સુધી પ્રગટાવીએ છીએ. એ જ રીતે, પક્ષીઓના પાંજરામાં ઘાસના પડદા અને કેનવાસના પડદાનો ઉપયોગ થાય છે.
તાપમાનને ગરમ રાખવા માટે અમે સિંહ, વાઘ અને ચિત્તા જેવા મોટા પ્રાણીઓના ઘેરામાં હીટરનો ઉપયોગ કરીએ છીએ તેમ ગૌરવ પરિહારે જણાવ્યું.
ગૌરવ પરિહારે ANIને કહ્યું, અમે પક્ષીઓ અને પ્રાણીઓને શેકેલા ચણા અને મગફળી ખવડાવીએ છીએ કારણ કે તેમાં તેલ હોય છે અને તેમને ગરમ રાખીએ છીએ.
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ