IN Pics: બર્થડે પર પીએમ મોદીનો જોવા મળ્યો ખાસ અંદાજ, કુંભાર, દરજી, લુહાર અને નાવ બનાવનારાઓ સાથે કરી મુલાકાત
Happy Birthday PM Modi: આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, પીએમ મોદી આજે પોતાનો 73માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. તેમના આ જન્મદિવસના ખાસ અવસર પર તેઓ આજે કેટલાક કારીગરોને મળ્યા હતા, જેમાં દરજીથી લઇને લૂહાર અને કુંભાર સુધીના વ્યક્તિઓ સામેલ હતા. જેની તસવીરો હવે સામે આવી છે, જુઓ અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 17મી સપ્ટેમ્બરે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે પીએમ મોદી પોતાની ખાસ અંદાજમાં જોવા મળ્યા હતા.
પોતાના સ્પેશ્યલ દિવસના અવસર પર પીએમ મોદી કેટલાક લોકોને મળ્યા, જેમાંથી તેઓ સૌપ્રથમ લોખંડી કામદારોને એટલે કે લુહાર વર્ગના લોકોને મળ્યા હતા.
આ સાથે તે મહિલા દરજી, નાવ- હોડી બનાવનારા અને અન્ય કારીગરોને મળ્યા હતા.
પીએમના જન્મદિવસને લઈને ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. જ્યાં દેશના અનેક મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
PMએ પોતાના જન્મદિવસ નિમિત્તે PM વિશ્વકર્મા પૉર્ટલ લૉન્ચ કર્યું છે. તેના પર બાયૉમેટ્રિક સિસ્ટમથી કારીગરોનું વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરવામાં આવશે.
પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેટ્રૉમાં મુસાફરી કરતા જોવા મળ્યા, ત્યારબાદ તેમણે ઘણા લોકો સાથે વાતચીત કરી હતી.