Independence Day 2022: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય સ્મારક ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યા, જુઓ Pics
Independence Day celebration: સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ, દેશના રાષ્ટ્રીય સ્મારકોને ત્રિરંગાની રોશનીથી પ્રકાશિત કરવામાં આવે છે. સોમવારે દેશવાસીઓ અમૃત મહોત્સવની વિશેષ ઝલક સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસફદરજંગ મકબરો અને કુતુબ મિનારને પણ તિરંગાના રંગમાં રંગવામાં આવ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકારની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી અને તેની સંસ્કૃતિ, સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની પહેલ છે.
સંસદ ભવનના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઇમારતો ત્રિરંગાની રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. જેઓ જોતાં જ મન મોહી લે છે.
ઓડિશાના કોણાર્ક સૂર્ય મંદિર પર ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલી લાઇટિંગ આ રીતે છે, આખું સંકુલ દૂર દૂર સુધી દેખાય છે.
ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ઉત્તર પ્રદેશના લખનૌના ચારબાગ રેલવે સ્ટેશન પર આ રીતે ત્રિરંગાની લાઈટો લગાવવામાં આવી હતી. મુસાફરોએ આ લાઇટિંગની પ્રશંસા કરી હતી.
આ રીતે મુંબઈમાં અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છત્રપતિ શિવાજી મહારાજ રેલ્વે ટર્મિનલ બિલ્ડિંગને રાષ્ટ્રધ્વજના રંગોથી ઝળહળતી કરવામાં આવી હતી. અહીંથી આવતા-જતા મુસાફરોમાં સેલ્ફી લેવા માટે હરીફાઈ જોવા મળી હતી.
હૈદરાબાદ, તેલંગાણામાં ઐતિહાસિક સ્મારક ચારમિનાર સ્વતંત્રતા દિવસ 2022 પહેલા ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. રોશની વચ્ચે એકઠી થયેલી ભીડએ દ્રશ્યને વધુ આહલાદક બનાવ્યું હતું.