Independence Day: કાશ્મીર થી ગુજરાત સુધી, જુઓ આઝાદીના અમૃત મહોત્સવની દેશભરમાં થઈ રહેલી ઉજવણીની સુંદર તસવીરો
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આસામમાં પણ હર ઘર તિરંગાનો નજારો જોવા મળ્યો હતો. અહીં રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓએ તિરંગા રૈલી કાઢી હતી જેમાં એક ભવ્ય તિરંગો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઝાદી કા અમૃત મહોત્સવ સમારોહના અવસર પર સરદાર સરોવર નર્મદા ડેમ તિરંગાની રોશનીથી જગમગી ઉઠ્યો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ પહેલાં ડેમના આ મનોરમ્ય દૃશ્યને જોઈને પ્રવાસીઓ પણ ખુશ થઈ ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના LG મનોજ સિન્હાએ સ્વતંત્રતાના 75 વર્ષ પુર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે શ્રીનગરમાં બીએસએફ દ્વારા આયોજીત તિરંગા રૈલીનું નેતૃત્વ કર્યું હતું.
ADRDE, આગરાએ જમીની સ્તરથી 15000 ફુટની ઉંચાઈએ હવામાં માનવ તિરંગાનું પહેલું સ્કાયડાઈવિંગ ફોર્મેશન બનાવ્યું હતું.
હરિયાણામાં સ્વતંત્રતા દિવસની પહેલાં આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહ હેઠળ ઝજ્જરમાં 6,600 ફીટ લાંબી તિરંગા યાત્રા નિકળી હતી.
ઈંદોરમાં લોકોએ એક સાથે ઉભા રહીને ભારતનો નક્શો બનાવ્યો હતો. આ અત્યાર સુધીનો સૌથી મોટો હ્યુમન ચેન નક્શો હતો જેનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાયો હતો.
સ્વતંત્રતા દિવસની પહેલાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારી ભવનોને તિરંગાની રોશનીથી સજાવામાં આવ્યા છે.