Independence Day Photos: દેશનું દરેક રાજ્ય ડુબ્યૂ જશ્ન-એ-આઝાદીમાં, સીએમ શિન્દેથી લઇને કેજરીવાલ સુધીનાએ ફરકાવ્યો તિરંગો
Independence Day 2023 Photos: ભારત દેશ આજે પોતાનો 77મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે, આજે દેશ જશ્ન-એ-આઝાદીમાં ડુબ્યો છે અને દેશના દરેક રાજ્યમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો છે, સીએમ શિંદેથી લઈને કેજરીવાલે સુધી તમામ દિગ્ગજોએ તિરંગો ફરકાવીને સલામી આપી છે. આ પ્રસંગે અહીં આપણે દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમો પર એક નજર કરીએ, જુઓ તસવીરો....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 10મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પછી દેશને સંબોધન પણ કર્યું હતુ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, મીરા કુમાર સહિત પાર્ટીના ઘણા નેતાઓએ સ્વતંત્રતા દિવસ પર AICC હેડક્વાર્ટર પર ધ્વજ ફરકાવ્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વતંત્રતા દિવસ પર છત્રસાલ સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
ઓડિશાના સીએમ નવીન પટનાયકે રાજધાની ભુવનેશ્વરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પછી તેમણે રાજ્યની જનતાને પણ સંબોધન કર્યું.
રાજદૂત વિરાજ સિંહે તાજિકિસ્તાનના દુશાંબેમાં ભારતીય દૂતાવાસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુંબઈના મંત્રાલયમાં તિરંગો ફરકાવ્યો હતો.