India-Canada Military: ભારત સામે ઘર્ષણ કરનારી કેનેડાની સેના ઇન્ડિયાથી કેટલી છે પાવરફૂલ ? જુઓ તસવીરોમાં...
India-Canada Military: ભારત અને કેનેડા વચ્ચે તાજેતરના મહિનાઓમાં કેટલાય સંઘર્ષો સામે આવ્યા છે, જો કે, બંને દેશો ભૌગોલિક રીતે દૂર છે. આ બંને એવા દેશો છે કે જેઓ અનન્ય અને પાવરફૂલ લશ્કરી તાકાત પણ ધરાવે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે, ભારત અને કેનેડામાં કેટલી છે લશ્કર તાકાત, કોણ છે મજબૂત...
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડા અને ભારત બંને પાસે તેમની સેનાઓ માટે વિશાળ સંરક્ષણ બજેટ છે, જેની મદદથી બંને દેશો તેમના સૈન્ય દળોને મજબૂત કરવા માટે ખર્ચ કરે છે. ભારતનું સંરક્ષણ બજેટ 62 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે અને કેનેડાનું બજેટ 30 ટ્રિલિયન રૂપિયા છે.
કેનેડા નાટોમાં સામેલ છે, જ્યારે ભારત નાટોમાં સામેલ નથી. એકબાજુ ભારત પાસે વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે, તો બીજીબાજુ કેનેડા 27માં સ્થાને છે.
હાલમાં ભારતીય સેનામાં 14 લાખ સક્રિય સૈનિકો છે જ્યારે કેનેડામાં માત્ર 70 હજાર છે.
ભારત પાસે 22 લાખ રિઝર્વ સૈનિકો છે. બીજીબાજુ કેનેડાના રિઝર્વ સૈનિકોની સંખ્યા માત્ર 28 હજાર 500 છે.
ભારતીય સેનામાં કુલ ટેન્કની સંખ્યા 4,500 છે અને ફાઈટર જેટની સંખ્યા 538 છે. કેનેડિયન આર્મીમાં ટેન્કની કુલ સંખ્યા 82 છે. વળી, વાહનોની કુલ સંખ્યા 31852 છે.
ભારતીય વાયુસેનામાં એટેક હેલિકોપ્ટરની સંખ્યા 800 છે અને કેનેડિયન એરફોર્સમાં એટેક હેલિકોપ્ટરની સંખ્યા 120 છે.
જો આપણે પરમાણુ બૉમ્બની વાત કરીએ તો ભારત પાસે લગભગ 160 પરમાણુ બોમ્બ છે, જ્યારે બીજીબાજુ કેનેડા પાસે એક પણ પરમાણુ બૉમ્બ નથી.