દિલ્હીમાં મોટી દુર્ઘટના, 3 લોકો ઊંડી ગટરમાં પડ્યા, બચાવવા ગયેલો રિક્ષાવાળો પણ ફસાઈ ગયો
મંગળવારે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ કામદારો ગટરમાં પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ કર્મચારીઓની મદદ કરવા ગયેલો એક વ્યક્તિ પણ ગટરમાં ફસાઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસના જણાવ્યા અનુસાર, સમયપુર બદલી પોલીસ સ્ટેશનને લગભગ સાંજે 6.30 વાગ્યે ઘટનાની માહિતી મળી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ફાયર વિભાગના અધિકારીઓ પણ બચાવ કાર્યમાં લાગેલા છે.
આઉટર દિલ્હી ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ બ્રિજેન્દ્ર કુમાર યાદવ બચાવ કાર્ય ચાલુ છે, પરંતુ હજુ સુધી ચારમાંથી કોઈને બહાર કાઢવામાં આવ્યા નથી.
આ અકસ્માત બાદ હવે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગટર લગભગ 10 ફૂટ ઊંડી છે.
MTNLના ખાનગી કર્મચારીઓ ટેલિફોન લાઈન નાખવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
પોલીસે જણાવ્યું છે કે અકસ્માતમાં બચ્ચુ સિંહ, પિન્ટુ અને સૂરજ કુમાર સાહની પહેલા ગટરમાં પડ્યા હતા. તેમને બચાવતી વખતે 38 વર્ષીય રિક્ષાચાલક રતન લાલ પણ ઉંડી ગટરમાં પડી ગયો હતો.
હાલ એનડીઆરએફની ટીમ તમામ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. પ્રશાસન પણ સ્થળ પર હાજર છે.