Donald Trump Victory: ટ્રમ્પની જીત પર PM મોદી થયા ભાવુક, તસવીરો શેર કરીને મિત્રને આપ્યો ખાસ સંદેશ
પીએમ મોદીએ લખ્યું, ઐતિહાસિક ચૂંટણી જીત પર મારા મિત્રને હાર્દિક અભિનંદન. જેમ જેમ તમે તમારા પાછલા કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહકારને નવીકરણ કરવા આતુર છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સંદેશમાં ટ્રમ્પની સફળતાને ઐતિહાસિક ગણાવી અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને મજબૂત કરવાનો પણ ઉલ્લેખ કર્યો.
પીએમનું માનવું છે કે ટ્રમ્પની આ સફળતા બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે એક મજબૂત પાયો છે.ચૂંટણીમાં જીત નક્કી થયા બાદ ટ્રમ્પે અમેરિકાના લોકોનો આભાર માન્યો છે. તેણે કહ્યું, “અમે તે કરી બતાવ્યું જે લોકોને અશક્ય લાગતું હતું.
ટ્રમ્પે કહ્યું કે તેઓ દેશની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ અમેરિકાને ફરી એકવાર મહાન બનાવશે.
અલાસ્કા, નેવાડા અને એરિઝોનામાં જીતવું મારા માટે મોટી વાત છે. ટ્રમ્પે કહ્યું કે હું અમેરિકન લોકોના પરિવાર અને તેમના ભવિષ્ય માટે લડીશ. આવનારા 4 વર્ષ અમેરિકા માટે મહત્વપૂર્ણ છે. અંતે તેણે કહ્યું કે આ દિવસ માટે ભગવાને મારો જીવ બચાવ્યો હતો.
અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી શાનદાર જીત છે. ઈલોન મસ્કના વખાણ કરતા ટ્રમ્પે કહ્યું- ઈલોન એક સ્ટાર છે. ચૂંટણી પ્રચારમાં તેઓ રોકેટની જેમ ઉડ્યા છે.