આગામી 24 કલાકમાં વાતાવરણ બદલાશે, વરસાદના કારણે ઠંડી વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વિવિધ સ્થળોએ કોલ્ડ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.
10 ફેબ્રુઆરીએ ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કોલ્ડવેવની સંભાવના છે. 10-14 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
10 અને 11 ફેબ્રુઆરીએ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. ઓડિશામાં 11 અને 12 ફેબ્રુઆરીએ કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સિકરમાં સૌથી ઓછું 2.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
પંજાબ અને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં શીત લહેર જોવા મળી હતી.