Weather Update: યૂપીથી લઈને રાજસ્થાન સુધી ભારે પવન અને વરસાદનું એલર્ટ, જાણો હવામાનનો મિજાજ
દેશભરમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, તોફાન, વીજળી અને ભારે પવન સાથે વરસાદનો સીલસીવો પૂર્વ અને મધ્ય ભારતમાં 14 મે સુધી અને દક્ષિણ ભારતમાં 16 મે સુધી ભીષણ ગરમીથી રાહતનો અંદાજ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા જેવા વિસ્તારોમાં આજે વરસાદ, તોફાન અને તેજ પવનની આશંકા છે.
જ્યારે રાજસ્થાનમાં આગામી ચાર દિવસ સુધી ધૂળની ડમરીઓ સાથે હળવા વરસાદ જેવું વાતાવરણ રહેવાની શક્યતા છે.
IMD અનુસાર, દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને યાનમ, તેલંગાણા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને કર્ણાટકમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.
12 થી 15 મે સુધી પૂર્વીય રાજ્યોમાં છૂટાછવાયા વરસાદથી લઈને ગાજવીજ સાથે વરસાદ, વીજળી અને ભારે પવનો ફૂંકાવાન સંભાવના છે, જે 16 થી 18 સુધી ભારે વરસાદમાં વધારો થવાની ધારણા છે.
આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. જો કે, આગામી દિવસોમાં લગભગ 3-5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની ધારણા છે.