Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Indian Air Force Day: એરફોર્સ ડેના પ્રસંગે જોવા મળ્યુ જવાનોનું શૌર્ય, 91 વર્ષગાંઠ પર વાયુસેનાને મળ્યો નવો ફ્લેગ
Air Force Foundation Day: આજે એરફોર્સ ડે છે અને આ દિવસે જવાનોનો દમ અને જોશ ફરી એકવાર જોવા મળ્યો છે. આજે વાયુસેનાનો 91મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે વાયુસેનાના નવા ધ્વજનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય વાયુસેના દિવસ દર વર્ષે 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ દિવસે કંઈક ખાસ થવાનું છે. ભારતીય વાયુસેનાની 91મી વર્ષગાંઠ પ્રથમ વખત સંગમ શહેર એટલે કે પ્રયાગરાજમાં ઉજવવામાં આવી રહી છે, જેના માટે બમરૌલીમાં સવારે 7.40 વાગ્યે હવાઈ યોદ્ધાઓની પરેડ શરૂ થઈ.
આ પ્રસંગે વાયુસેનાના નવા ધ્વજનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જેને ખૂબ જ ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ ભાગ લીધો હતો.
આ ઈવેન્ટની તૈયારીઓ પ્રયાગરાજમાં લાંબા સમયથી ચાલી રહી છે અને છેલ્લા કેટલાય દિવસોથી તમામ ફાઈટર પ્લેન આ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણની હાજરીમાં એરફોર્સ ધ્વજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ---