આર્મીમાં કયા અધિકારીનો હોય છે સૌથી વધુ પગાર, જાણીનો ચોંકી ઉઠશો
Indian Army Officer Salary: ભારતીય સેનામાં એક સિપાહીથી લઇને ચીફ ઓફ આર્મી સ્ટાફ સુધીનો પગાર 20 હજાર રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનો હોય છે. પગારની સાથે અધિકારીઓને અનેક સુવિધાઓ પણ મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેનામાં તૈનાત અધિકારીઓને સારા પગારની સાથે ઘણી સુવિધાઓ પણ મળે છે. આ સિવાય તેમને મિલિટરી સર્વિસ પે જેવી બીજી ઘણી સુવિધાઓ પણ મળે છે.
રિપોર્ટ્સ અનુસાર ભારતીય સેનામાં સૌથી નાની પોસ્ટ કોન્સ્ટેબલની છે. આ પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 20 હજારથી 25 હજાર રૂપિયા સુધીનો પગાર મળે છે.
જ્યારે ઓફિસર રેન્કની વાત કરીએ તો લેફ્ટનન્ટને મળતો માસિક પગાર 56,100 રૂપિયા થી 1,77,500 રૂપિયા સુધીનો હોય છે. કેપ્ટનને 61,300 રૂપિયા થી 1,93,900 રૂપિયા, મેજરને. 69,400 રૂપિયાથી 2,07,200 રૂપિયા આપવામાં આવે છે. લેફ્ટનન્ટ કર્નલને 1,21,200 રૂપિયાથી 2,12,400 રૂપિયા મળે છે.આ સિવાય કર્નલને 1,30,600થી 2,15,900 રૂપિયા, બ્રિગેડિયરને 1,39,600થી 2,17,600 રૂપિયા, મેજર જનરલને 1,44,200થી 2,18,200 રૂપિયા, લેફ્ટનન્ટ જનરલને 1,08,200થી 2,24,100 રૂપિયા છે.
આર્મીમાં સૌથી વધુ પગારની વાત કરીએ તો તે ચીફ ઓફ આર્મી સ્ટાફને મળે છે. COASને 2.5 લાખ રૂપિયા માસિક પગાર મળે છે. આ સાથે અનેક સુવિધાઓ પણ આપવામાં આવે છે. જેમાં સરકારી રહેઠાણ, સુરક્ષા ટીમ, નિવૃત્તિ પછીની અનેક સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે. COAS જનરલ રેન્કના અધિકારીને બનાવવામાં આવે છે.