UPના યુવક સાથે ઇરાનની યુવતીને થયો પ્રેમ, ભારત આવી કરી સગાઇ
ઉત્તર પ્રદેશના રહેવાસી દિવાકરની સગાઈ ઈરાનની ફૈઝા સાથે થઈ છે. બંને જલ્દી લગ્ન કરી લેશે. દિવાકર અને ફૈઝાની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ફૈઝા દિવાકર સાથે સગાઈ કરવા ભારત આવી છે.યુપીના મુરાદાબાદમાં રહેતા દિવાકરની સગાઈ ઈરાનની ફૈઝા સાથે થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુપીના મુરાદાબાદમાં રહેતા દિવાકર કુમારની ઈરાની યુવતી ફૈઝા સાથેની લવસ્ટોરી આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. દિવાકર યુટ્યુબર છે. એક ચેનલ સાથે વાત કરતા તેણે જણાવ્યું કે તેનો ઈન્સ્ટાગ્રામ પર ફૈઝા સાથે સંપર્ક હતો.
દિવાકરે જણાવ્યું કે શરૂઆતમાં બંને ઈન્સ્ટાગ્રામ પર વાત કરતા હતા. ધીરે ધીરે બંને એકબીજાને સમજવા લાગ્યા અને વાતચીત પ્રેમમાં બદલાઈ ગઈ. આ પછી બંનેએ મળવાનું નક્કી કર્યું. દિવાકર ગયા વર્ષે ટૂરિસ્ટ વિઝા પર ઈરાન ગયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
દિવાકરના કહેવા પ્રમાણે તેણે ઈરાનમાં કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી લીધી છે. ભારતમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને લગ્ન કરશે. દિવાકરે જણાવ્યું કે તે ઈરાન ગયો હતો અને ફૈઝાના પરિવાર સાથે વાત કરી હતી. ફૈઝાનો પરિવાર લગ્ન માટે તૈયાર છે અને તેના પિતા ફૈઝા સાથે મુરાદાબાદ પહોંચી ગયા છે.
દિવાકરે જણાવ્યું કે બંને અલગ-અલગ ધર્મ અને દેશોના છે, તેથી તેમની સંસ્કૃતિ તદ્દન અલગ છે. આ કારણે તેને શરૂઆતમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેણે ફૈઝા પાસેથી ફારસી શીખી છે જ્યારે તેણે ફૈઝાને હિન્દી શીખવી છે.
દિવાકરે જણાવ્યું કે ફૈઝાના પિતા ભારતની સંસ્કૃતિ જાણવા માંગે છે. એટલા માટે તેઓ અલગ-અલગ જગ્યાએ જવાનું વિચારી રહ્યા છે. તેઓ તાજમહેલ જોવા આગ્રા જશે. આ ઉપરાંત તેઓ અયોધ્યા જવા પણ ઈચ્છે છે તેઓ જાણવા માંગે છે કે અયોધ્યા આટલી ચર્ચાનો વિષય કેમ બન્યું છે?
દિવાકરે કહ્યું કે ઈરાનના લોકો ખૂબ સારા છે. તેઓ ભારતના લોકોને ખૂબ પ્રેમ કરે છે. તેણે કહ્યું કે જો ઈરાનમાં લોકોને ખબર પડે કે કોઈ ભારતથી આવ્યું છે તો તેઓ બેગની તપાસ પણ કરતા નથી.