Kerala Tour: કોચ્ચિથી લઇને મુન્નાર સુધીની સફર માટે આઇઆરટીસીના ટૂર પેકેજમાં કરાવો બુકિંગ, રહેવા-ખાવાની સાથે મળશે આ ફેસિલિટી
IRCTC Kerala Tour Package: જો તમે હરવા ફરવાના શોખીન છો તો તમારા માટે ઇન્ડિયન રેલવે લઇને આવ્યુ છે ખાસ ટૂર પેકેજ, જેનો તમે લાભ લઇ શકો છો. દક્ષિણનું રાજ્ય કેરળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. જો તમે નવા વર્ષમાં કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. જેમાં રહેવા-ખાવાથી લઇને અન્ય ફેસિલિટી મળશે...
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTC નું કેરળ ટૂર પેકેજ એક હવાઈ પ્રવાસ છે જેમાં તમને રાજ્યના મુખ્ય સ્થળો જેવા કે કોચ્ચિ, મુન્નાર, થેક્કાડી અને કુમારકોમની મુલાકાત લેવાની તક મળી રહી છે.
આ ટૂર પેકેજ નવા વર્ષ માટે લૉન્ચ કરવામાં આવ્યું છે જ્યાં તમે લખનઉથી ફ્લાઇટ દ્વારા કેરળ જશો, આ એક પુષ્ટિ થયેલ પ્રવાસ છે. આ પેકેજ 11મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધી માન્ય છે.
આ 7 દિવસ અને 6 રાતનું ટૂર પેકેજ છે. ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા તમે લખનઉથી ચેન્નાઈ અને પછી ચેન્નાઈથી કોચ્ચિ જશો અને આવશો. આ પેકેજમાં તમને ભોજનમાં નાસ્તો અને રાત્રિભોજનની સુવિધા મળશે.
આ પેકેજમાં તમને કોચ્ચિમાં 2 રાત, મુન્નારમાં 2 રાત, થેક્કાડીમાં 1 રાત અને કુમારકોમમાં 1 રાત રોકાવાની તક મળશે.
આ પેકેજમાં જો તમે એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 64,300 રૂપિયા, બે લોકો માટે 46,000 રૂપિયા અને ત્રણ લોકો માટે 43,000 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે.
આ પેકેજમાં તમને મુસાફરી વીમો, દરેક જગ્યાએ મુસાફરી કરવા માટે કેબ વગેરેની સુવિધાઓ મળશે.