LK Advani Birthday: લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા તેમના ઘરે પહોંચ્યા પીએમ મોદી સહિત આ નેતાઓ, જુઓ તસવીરો............
નવી દિલ્હીઃ આજે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી પોતાનો 94માં જન્મદિવસ મનાવી રહ્યાં છે. દેશના નાયબ વડાપ્રધાન, હૉમ મિનિસ્ટર સહિતના કેટલાય મહત્વના પદો પર રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીના જન્મ દિવસના પ્રસંગે બીજેપીના કેટલાય વરિષ્ઠ નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ, અમિત શાહ, અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમને લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસના અવસર પર કેક કાપી અને ગિફ્ટ તરીકે ગુલદસ્તો પણ આપ્યો.
શેર કરવામાં આવેલી તસવીરોમાં કેક કાપ્યા બાદ પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીનો હાથ પકડીને તેમને બહાર લઇને આવતા દેખાઇ રહ્યાં છે. આ પછી તમામ એકસાથે ટેબલ પર લાલકૃષ્ણ અડવાણીની સાથે બેસે છે. ગયા જન્મદિવસ પર પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીને શુભકાનાઓ આપતા તેમને કેક ખવડાવી હતી, આ વખતે તે તેમના પગે પડતા પણ દેખાયા.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું- આદરણીય અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા, તેમની લાંબી ઉંમર અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરુ છુ, લોકોને સશક્ત બનાવવા અને આપણા સાંસ્કૃતિક ગૌરવને વધારવાની દિશામાં તેમના કેટલાય પ્રયાસો માટે રાષ્ટ્ર તેમનુ ઋણી રહેશે. તેમને તેમની બૌદ્ધિક ક્ષમતા માટે પણ વ્યાપક રીતે સન્માનિત કરવામાં આવે છે.
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ સિંઘ પ્રાંત (હાલમાં પાકિસ્તાન)ના કરાંચી શહેરમાં એક સિંધી હિન્દુ પરિવારમાં થયો હતો, આ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન રહ્યાં હતા.
આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ, પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પણ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.