73 વર્ષના થઇ ગયા છે PM મોદી, તેમની જગ્યાએ અમિત શાહ કે યોગી આદિત્યનાથમાંથી કોણ બની શકે છે વડાપ્રધાન, સર્વેમાં મળ્યો આવો જવાબ
Lok Sabha Election Survey: છેલ્લી લોકસભા ચૂંટણી 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2014થી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપે દાવો કર્યો છે કે તેમની સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી. એટલું જ નહીં પીએમ મોદીએ રાજ્યસભામાં પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો છે. હવે એક સર્વેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીની જવાબદારી સંભાળવા માટે યોગ્ય નેતા કોણ છે?
ઈન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશનના સર્વે મુજબ 29 ટકા લોકોનું કહેવું છે કે પીએમ મોદીના અનુગામી તરીકે જો કોઈ ચહેરો યોગ્ય છે તો તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે.
સર્વે અનુસાર 25 ટકા લોકોનું માનવું છે કે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પીએમ પદ માટે યોગ્ય છે. આ સિવાય 16 ટકા લોકોએ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું નામ લીધું.
ઈન્ડિયા ટુડે દ્વારા કરવામાં આવેલ મૂડ ઓફ ધ નેશન સર્વે લોકસભા સીટો પર 35 હજાર 801 લોકોના અભિપ્રાય પર આધારિત છે. આ સર્વેની તારીખ વિશે વાત કરીએ તો, આ મતદાન 15 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
છેલ્લી લોકસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2019માં ભાજપે 303 બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ગુજરાત-રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું હતું, જ્યારે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં તેને માત્ર એક જ સીટ ગુમાવવી પડી હતી.