Lok Sabha Elections: નમસ્કાર રાયબરેલી! રાહુલના નામાંકન માટે કોંગ્રેસના ગઢમાં પહોંચ્યો ગાંધી પરિવાર, જુઓ તસવીરો
રાહુલ ગાંધીએ બપોરે 2.15 કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ સાથે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત હાજર હતા. આ દરમિયાન રોબર્ટ વાડ્રા પણ જોવા મળ્યા હતા.
પાર્ટીએ શુક્રવારે સવારે જાહેરાત કરી હતી કે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે, જે અગાઉ તેમની માતા સોનિયા ગાંધીનો મતવિસ્તાર હતો.
તમને જણાવી દઈએ કે પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે, પરંતુ યાદી જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવી ગયો છે.
આજે સવારે રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી અમેઠીના ફુરસતગંજ એરપોર્ટ પહોંચ્યા હતા.
રાયબરેલી સીટ પરથી સોનિયા ગાંધી 2004થી સાંસદ છે. જો કે, તેઓ આ વખતે રાજ્યસભાના સભ્ય તરીકે સંસદમાં પહોંચ્યા છે.