સટ્ટા બજાર, એક્ઝિટ પોલ બધું જ ફેઈલ ? PM મોદીના NDAને કાંટે કી ટક્કર આપી રહ્યું છે ઈન્ડિયા ગઠબંધન
Lok Saha Election Result 2024: લોકસભા ચૂંટણીના પ્રથમ વલણોમાં NDA 290 બેઠકો સાથે આગળ હોય તેવું લાગે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન 200 બેઠકો પર પહોંચી ગયું છે. લોકસભા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. એક્ઝિટ પોલથી એકદમ વિપરિત શરુઆતના વલણો જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભા ચૂંટણીના પ્રથમ વલણોમાં NDA 290 બેઠકોથી આગળ છે
લોકસભા ચૂંટણી 2024ના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, અમે તમને જણાવીએ કે NDA અને ઈન્ડિયા ગઠબંધનને દેશભરમાં 543માંથી કેટલી સીટો મળશે.
એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ એનડીએ 290 બેઠકો પર આગળ છે. જ્યારે 200 બેઠકો પર ઈન્ડિયા એલાયન્સ આગલ ચાલી રહ્યું છે. જ્યારે 10 બેઠકો અન્યના ખાતામાં જઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં એનડીએને 30 બેઠકો મળતી જોવા મળી રહી છે. બિહારમાં 14 બેઠકો અને પશ્ચિમ બંગાળમાં 15 બેઠકો, જ્યારે ઈન્ડિયા ગઠબંધન પાસે ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો, બિહારમાં 3 બેઠકો અને પશ્ચિમ બંગાળમાં બે બેઠકો છે.
એનડીએને મહારાષ્ટ્રમાં ત્રણ, તમિલનાડુમાં ઝીરો અને કર્ણાટકમાં 18 બેઠકો મળતી જોવા મળી રહી છે. ઈન્ડિયા એલાયન્સની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 1 સીટ, તમિલનાડુમાં 12 સીટ અને કર્ણાટકમાં 7 સીટ તેમને મળતી જણાય છે.
જો કે ઈન્ડિયા એલાયન્સ 200 બેઠકો પર આગળ છે. પરંતુ ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ઈન્ડિયા એલાયન્સ 10 સીટો પર આગળ છે.