Indian Army: કોણ છે લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, જેમને બનાવવામાં આવ્યા આર્મી સ્ટાફના વાઇસ ચીફ
ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને સોમવારે (5 ફેબ્રુઆરી) ના રોજ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે લેફ્ટિનન્ટ જનરલ એમવી સુચેન્દ્ર કુમાર ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની જગ્યા લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપેન્દ્ર દ્વિવેદી નેશનલ ડિફેન્સ એકેડમીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. દ્વિવેદીએ સેનામાં મહત્વનું યોગદાન આપ્યું છે. વર્ષ 1984માં લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની જમ્મુ-કાશ્મીર રાઈફલ્સની 18મી બટાલિયનમાં ભરતી કરવામાં આવી હતી.
ઉપેન્દ્ર દ્વિવેદીએ અનેક મહત્વના હોદ્દા પર જવાબદારી નિભાવી છે. એટલું જ નહીં, દ્વિવેદીને ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પરમ વિશિષ્ઠ સેના મેડલ અને અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે.
લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એવા સમયે સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડરની જવાબદારી સંભાળી હતી જ્યારે પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. બંને દેશો વચ્ચે ઘણી વાટાઘાટો થઈ છે.
આર્મીના નોર્ધન કમાન્ડનું કામ પાકિસ્તાન સાથેની ભારતની સરહદ અને ચીન સાથેની સરહદની સુરક્ષા કરવાનું છે. આ સિવાય આ કમાન્ડ પાસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પણ મહત્વની જવાબદારી હોય છે.