Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
આ બધાની વચ્ચે એક એવો સર્વે સામે આવ્યો છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટી જરૂર ખુશ થશે. વાસ્તવમાં, ચૂંટણી પહેલાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુસ્લિમોના મનપસંદ નેતા બનીને ઉભરી આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકનીતિ CSDS દ્વારા 5 ઓક્ટોબરે, એટલે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં કરવામાં આવેલા આ સર્વેમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને પણ આગળ વધવાની વાત કહેવામાં આવી છે.
જોકે, આમાં એ નથી બતાવવામાં આવ્યું કે કોને કેટલી બેઠકો મળશે, પરંતુ એ વાતના સંકેત જરૂર આપવામાં આવ્યા છે કે ચૂંટણીમાં લીડ કોને મળશે.
સર્વે પ્રમાણે મહારાષ્ટ્ર વિકાસ અઘાડી વિધાનસભા ચૂંટણીઓમાં પણ લોકસભા ચૂંટણી જેવું પ્રદર્શન જાળવી રાખી શકે છે અને નાના અંતરથી તે મહાયુતિથી આગળ નીકળી જશે.
આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે મુસ્લિમ મતદારોનું વલણ ઉદ્ધવ ઠાકરે તરફી છે. 48 ટકા મુસ્લિમો મહારાષ્ટ્ર વિકાસ અઘાડીને જીતાડી રહ્યા છે.
મુખ્યમંત્રીના લોકપ્રિય દાવેદારોની વાત કરીએ તો અહીં પણ ઉદ્ધવ ઠાકરે આગળ છે. કુલ 28 ટકા લોકો ઉદ્ધવને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. જ્યારે બીજા નંબરે એકનાથ શિંદે છે. તેમને 20 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
BJPના દેવેન્દ્ર ફડણવીસને 16 ટકા લોકો મુખ્યમંત્રી જોવા માંગે છે. NCPના પ્રમુખ શરદ પવારને મુખ્યમંત્રી માટે 8 ટકા લોકોનો મત મળ્યો છે. અજિત પવારને 3 ટકા લોકો મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 12 ટકા વસ્તી મુસ્લિમોની છે. અહીંની 38 બેઠકો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 20 ટકા આસપાસ છે. ઉત્તર કોંકણ, મરાઠવાડા, મુંબઈ અને પશ્ચિમ વિદર્ભની 45 બેઠકો પર મુસ્લિમો પ્રભાવશાળી માનવામાં આવે છે.