દેવેન્દ્ર ફડણવીસ જ બનશે મહારાષ્ટ્રના આગામી CM! ભાજપના 'ચાણક્ય'એ આપ્યો મોટો સંકેત
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના શિરાલામાં એક ચૂંટણી સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવા સંકેતો આપ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી ગઠબંધન ભાજપ, શિવસેના અને અજિત પવારની એનસીપી મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે (8 નવેમ્બર 2024) ચૂંટણી રેલીમાં કહ્યું કે સમગ્ર મહારાષ્ટ્રમાં લોકો ઈચ્છે છે કે વિધાનસભા ચૂંટણી પછી મહાયુતિ સરકાર સત્તામાં રહે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની જીત થાય.
ગૃહમંત્રીએ કહ્યું, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર સત્તામાં છે અને ચૂંટણી પછી રાજ્યમાં ભાજપ શિવસેના એનસીપી ગઠબંધનની સરકાર બનવી જરૂરી છે. મહારાષ્ટ્રના રાજકારણને નજીકથી જાણનારાઓનું માનવું છે કે ગૃહમંત્રી અમિત શાહે મહાયુતિને મત આપવા અને દેવેન્દ્ર ફડણવીસને જીતાડવાની અપીલ એટલા માટે કરી છે, જેથી ફડણવીસને સીએમની ખુરશી પર બેસાડી શકાય.
જોકે, મહાયુતિ તરફથી સીએમ પદ માટે કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ અગાઉ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ કહી ચૂક્યા છે કે ચૂંટણી પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોટા નેતાઓ મુખ્યમંત્રીનો નિર્ણય કરશે.
ભાજપ નેતા અમિત શાહના નિવેદન પર મહાયુતિના નેતાનો જવાબ પણ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને એનસીપી પ્રમુખ અજિત પવારે કહ્યું કે ચૂંટણી પછી સાથે બેસીને નિર્ણય કરીશું. કેન્દ્રીય ગૃહમંત્રીના નિવેદન પર શિવસેના નેતા અને પૂર્વ સાંસદ રાહુલ શેવાલેએ કહ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા તરીકે અમિત શાહે આ નિવેદન આપ્યું છે.
સાંગલીમાં રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે 20 નવેમ્બર 2024ના રોજ સમગ્ર મહારાષ્ટ્રમાં મતદાન થવાનું છે અને તમારે નિર્ણાયક વલણ અપનાવવાનું છે.
તેમણે કહ્યું, દોઢ મહિના પહેલા મેં સમગ્ર રાજ્યનો પ્રવાસ કર્યો હતો. હું વિદર્ભ, મુંબઈ, કોંકણ, કોલ્હાપુર, ઉત્તર મહારાષ્ટ્રનો પ્રવાસ કરી ચૂક્યો છું. જ્યાં પણ ગયો, ત્યાં એક જ વાત (ભાવના) હતી અને તે હતી મહાયુતિ સરકાર બનાવવી અને દેવેન્દ્ર ફડણવીસને વિજયી બનાવવા.