Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ડોક્ટરની સલાહ, આ સૂકો મેવો વધારશે ઇમ્યુનિટી, કોરોના સામે લડવામાં છે કારગર, આ રીતે કરો સેવન
ડોક્ટરના મત મુજબ મખાના કોરોના સામે લડવામાં કારગર સાબિત થાય છે. આ સૂકા મેવામાં દરેક જરૂરી વિટામીન છે. જે વ્યક્તિને કોરોના સામે લડવાની તાકત આપશે. ડોક્ટરનો મત છે કે, તે ઇમ્યુનિટી વધારવામાં પણ સહાયક છે. તો જાણીએ મખાનાના અન્ય કયા છે ફાયદા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈજ્ઞાનિકોની માનીએ તો સૌથી શ્રેષ્ઠ સુકોમેવો મખાના છે. બિહારમાં તેનું ઉત્પાદન મોટા પાયે થાય છે. મખાનાને માના દૂધ કરતા પણ વધુ પૌષ્ટિક માનવામાં આવે છે. મખાનામ એમિનો એસિડ, પ્રોટીનનો સારો સ્ત્રોત છે.
મખાના ડાયાબિટીશના દર્દી માટે પણ હિતકારી મનાય છે. ડોક્ટર કોરોનાની મહામારીથી બચવા માટે રોજ 75 ગ્રામ શેકેલા મખાના ખાવાની સલાહ આપે છે. જ્યારે બાળકોને નિયમિન 25 ગ્રામ મખાના આપી શકાય.
હાર્ટ સંબંધિત કોઇ સમસ્યા હોય કે ડાયબિટીશ હોય મખાના દરેક રીતે સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. રોજ ચાર દાણા મખાના ખાવાથી શુગરની માત્રા ઘટવા લાગે છે અને ઇન્સુલીન બનવા લાગે છે. શુગરની માત્રા ઓછી થતાં ધીરે ધીરે મધુપ્રમેહનો રોગ પણ ખત્મ થઇ જાય છે.
મખાના એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તે બધી જ ઉંમરના લોકો માટે સુપાચ્ય છે. તેમાં એસ્ટ્રીજન ગુણ હોય છે. જે ડાયરિયાથી રાહત આપે છે. ભૂખ લગાડે છે. મખાના કેલ્શિયમથી ભરપૂર હોવાથી સાંધાના દુખાવા માટે પણ ઓષધ સમાન છે. મખાનાનું સેવન દુધમાં ઉકાળીને પણ કરી શકાય છે
ફુલ મખાના મીઠા ઓછા હોવાથી આ સ્પ્લીનને ડિટોક્સીફાઇ કરે છે. કિડનીને મજબૂત કરવા માટે લોહીની શુદ્ધી માટે પણ તેને ઉપકારક માનવામાં આવે છે. તેનુ નિયમિત સેવન કરી શકાય છે.