Mamata Banerjee Darjeeling Visit: પાણી-પુરી બાદ હવે મમતા બેનર્જીએ દાર્જિલિંગમાં રોડસાઇડ સ્ટોલ પર મોમોઝ બનાવ્યા, જુઓ PICS
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે દાર્જિલિંગમાં રોડ કિનારે આવેલા સ્ટોલ પર મોમોઝ બનાવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે દિવસ પહેલા પણ તે અહીંના એક સ્ટોલ પર બાળકો અને પ્રવાસીઓને 'પાણી-પુરી' ખવડાવતા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી વિડિયો ક્લિપમાં, મુખ્યમંત્રી આ સમય દરમિયાન દુકાન પર SHG ની મહિલાઓ સાથે વાતચીત કરતા અને ડમ્પલિંગ (મોમો) બનાવતા જોવા મળે છે.
તેણે ફેસબુક પર પોસ્ટ કર્યું કે આજે મેં દાર્જિલિંગમાં મોર્નિંગ વોક દરમિયાન મોમોઝ બનાવ્યા છે. મારા લોકો સાથે આવી ખાસ પળો શેર કરવા માટે ઉત્સાહિત છું.
મારું હૃદય હંમેશા દાર્જિલિંગમાં રહેશે અને હું અમારા પર્વતોના મહેનતુ લોકોને સલામ કરું છું જે દરેક પ્રવાસને યાદગાર બનાવે છે.
દાર્જિલિંગની ત્રણ દિવસની મુલાકાતે આવેલા મમતાએ મંગળવારે ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન (GTA)ના નવા ચૂંટાયેલા સભ્યોના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.
થોડા સમય પછી તે એક વીડિયોમાં બાળકો અને પ્રવાસીઓને 'પાણી-પુરી' ખવડાવતા જોવા મળ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.