Mann Ki Baat: 'મન કી બાત'ના એક એપિસોડ પર કેટલો થાય છે ખર્ચ, કોણ ચૂકવે છે રૂપિયા?
PM Modi Mann Ki Baat: વડાપ્રધાન મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સરકાર મોટાભાગનો હિસ્સો જાહેરાતોમાં ખર્ચ કરે છે. કાર્યક્રમ અગાઉ તમામ તમામ અખબારો અને અન્ય સ્થળોએ જાહેરખબરો આપવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિને એકવાર દેશના લોકો સાથે મન કી બાત કરે છે. છેલ્લા 10 વર્ષથી સતત આ કાર્યક્રમ ચાલી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીએમ મોદીનો આ કાર્યક્રમ સાંભળવા માટે ગામડાઓ અને શહેરોના લોકો એકઠા થાય છે અને સાંભળે છે કે વડાપ્રધાન મોદી ક્યા મુદ્દા પર વાતચીત કરી રહ્યા છે.
PM મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ માટે રેડિયોની મદદ લે છે અને આ પહેલા લોકોને સૂચનો મોકલવા માટે કહેવામાં આવે છે. પીએમને જે સૂચનો પસંદ આવે છે તેને પોતાના કાર્યક્રમમાં સામેલ કરે છે.
હવે ઘણા લોકોના મનમાં એક સવાલ થાય છે કે પીએમ મોદીના આ કાર્યક્રમ પર સરકાર કેટલા પૈસા ખર્ચે છે? આ અંગે અગાઉ પણ અનેક પ્રકારના દાવા કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ સત્ય શું છે.
વાસ્તવમાં મોદી સરકારના સત્તામાં આવ્યાના એક વર્ષ પછી એટલે કે 2015માં આમ આદમી પાર્ટીના રાજસ્થાન મીડિયા કોઓર્ડિનેટર મુલ્ક રાજ આનંદે એક આરટીઆઇ કરીને સરકાર પાસેથી આ માહિતી માંગી હતી.
આરટીઆઈના જવાબમાં સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 29 જુલાઈ 2015 સુધી મન કી બાત કાર્યક્રમ પર કુલ 8 કરોડ 54 લાખ 783 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ નાણાં આ કાર્યક્રમની જાહેરાતો પાછળ ખર્ચવામાં આવ્યા હતા.
આ પછી ઘણા લોકોએ આ RTI સમાચારને શેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે સરકાર PM મોદીના એક કાર્યક્રમ માટે 8.5 કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે.
આ પછી PIB દ્વારા આ તમામ દાવાઓ અંગે એક ફેક્ટ ચેક કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ 8.5 કરોડ રૂપિયા એક એપિસોડનો ખર્ચ નથી, પરંતુ શરૂ થયા બાદથી જૂલાઈ 2015 સુધીના તમામ એપિસોડનો ખર્ચ હતો.