UP 6 Youngest Chief Ministers: માયાવતીથી લઈને અખિલેશ યાદવ સુધી, આ નેતા સૌથી નાની ઉંમરે યુપીના મુખ્યમંત્રી બન્યા
અખિલેશ યાદવ 2012 થી 2017 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. જ્યારે તેઓ રાજ્યના સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 38 વર્ષની હતી.યુપીના સૌથી યુવા સીએમ તરીકે અખિલેશ યાદવનું નામ નોંધાયેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅખિલેશ યાદવ બાદ સૌથી નાની વયે યુપીના મુખ્યમંત્રી બનેલા નેતાનું નામ માયાવતીનું છે. માયાવતી જ્યારે પહેલીવાર સીએમ બન્યા ત્યારે તેમની ઉંમર 39 વર્ષની હતી.
આગળનું નામ યુપીના વર્તમાન સીએમ યોગી આદિત્યનાથનું છે. યોગી આદિત્યનાથ 2017માં 45 વર્ષની વયે રાજ્યના સીએમ બન્યા હતા.
આ પછી દેશના વર્તમાન રક્ષા મંત્રી રાજનાથ સિંહનું નામ આવે છે. તેઓ 49 વર્ષની વયે યુપીના મુખ્યમંત્રી બન્યા હતા.
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ વીપી સિંહ પણ 49 વર્ષની વયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 1980માં તેઓ રાજ્યના સીએમ હતા.
મુલાયમ સિંહ યાદવ ત્રણ વખત યુપીના સીએમ રહી ચૂક્યા છે. જ્યારે તેઓ પહેલીવાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમની ઉંમર લગભગ 50 વર્ષની હતી.