India Cheetah Project: નામીબિયાથી આવનારા 8 ચિત્તા PM મોદીના જન્મદિવસ પર જંગલમાં છોડાશે, જુઓ ફોટો
India Cheetah Project: ભારતમાં વર્ષોની રાહ જોયા બાદ હવે 17મી સપ્ટેમ્બરના રોજ આઠ ચિતાઓને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. ભારત લાવવામાં આવતા પહેલા ગયા મહિને નામિબિયામાં તમામ ચિત્તાઓની તબીબી સારવાર કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચિત્તાઓને લાવવા માટે ભારતનું વિશેષ વિમાન નામીબિયા પહોંચી ચૂક્યું હતું. ભારતથી નામિબિયાના આ એરક્રાફ્ટને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના પર ચિત્તાની તસવીર બનાવવામાં આવી છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે.
ભારત સરકારે 1952માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કરી હતી. ચિત્તો છેલ્લે 1948માં છત્તીસગઢના કોરિયા જિલ્લાના જંગલમાં જોવા મળ્યો હતો.
જેના પછી હવે, 17 સપ્ટેમ્બરે 8 ચિત્તાઓને ભારત લાવવામાં આવી રહ્યા છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ છે.
ભારતમાં ચિત્તાને પુનઃવસવાટ કરાવાનું કામ 'પ્રોજેક્ટ ચિત્તા' હેઠળ કરવામાં આવી રહ્યું છે. મોટા જંગલી માંસાહારી પ્રાણીઓના આંતર-ખંડીય ટ્રાન્સફરને લગતો આ વિશ્વનો પ્રથમ પ્રોજેક્ટ છે.
ચિત્તા ભારતમાં ખુલ્લા જંગલો અને ઘાસના મેદાનોની ઇકોલોજીને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.
16 સપ્ટેમ્બરે નામીબીયાની રાજધાની વિન્ડહોકથી ચિત્તાઓને ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. 8 ચિત્તામાં 5 માદા અને 3 નર ચિતા છે. 17 સપ્ટેમ્બરે સવારે આ 8 ચિત્તા જયપુરમાં ઉતરશે અને ત્યાંથી તેમને હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લાવવામાં આવશે.
ગયા મહિને જ આ ચિત્તાઓની મેડિકલ તપાસ પૂર્ણ થઈ હતી. નામીબિયા ઉપરાંત વન્યજીવ અને પર્યાવરણ મંત્રાલય દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવાની તૈયારી કરી રહ્યું છે. દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લાવવા અંગે બંને દેશો વચ્ચે વાતચીત અંતિમ તબક્કામાં છે.