'INDIA નહીં લૂંટ ઇન્ડિયા, વિપક્ષી ગઠબંધનની લોકોએ ટ્વીટર ઉડાવી મજાક, મીમ્સ જોઇને તમે પણ હંસી હંસીને થઇ જશો લોથપોથ.....
INDIA vs NDA: વિરોધ પક્ષે પોતાના ગ્રાન્ડ એલાયન્સનું નામ I.N.D.I.A રાખ્યું છે જેનું ફૂલ ફોર્મ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લૂસિવ અલાયન્સ છે, આ ગઠબંધન બન્યા બાદ લોકોએ ટ્વીટર પર આ વિપક્ષી ગઠબંધનની જોરદાર મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતુ, લોકોએ આ નામને લઈને અનેક પ્રકારના મીમ્સ બનાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App18 જુલાઈના રોજ બેંગલુરુંમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર નવા ગઠબંધન I.N.D.I.A.નું નામ શેર કર્યું.
ત્યારથી I.N.D.I.A ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે અને સોશ્યલ મીડિયા યૂઝર્સે આ નામ પર મીમ્સ બનાવવાનું શરૂ કરી દીધું છે.
એક સોશ્યલ મીડિયા યૂઝરે ગધેડાનો ફોટો શેર કરીને કહ્યું કે નામ બદલાવ પહેલા અને પછી યૂપીએ સમાન છે.
અન્ય એક યૂઝરે ટ્વીટ કર્યું કે 'UPAનું નામ બદલીને I.N.D.I.A કર્યા બાદ પાકિસ્તાને તેનું નામ બદલીને USA કરી દીધું છે અને તે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. જે ભારતને પ્રેમ કરે છે, તે I.N.D.I.A.ને કેવી રીતે સ્વીકારી શકે?'
એક સોશ્યલ મીડિયા યૂઝરે NDAનું ફૂલ ફોર્મ અદાણીના નેશનલ ડીલર તરીકે જણાવ્યું.
કેટલાક સોશ્યલ મીડિયા યૂઝર્સે વિરોધ પક્ષોના ગઠબંધનને 'લૂટ ઈન્ડિયા કંપની' નામ આપ્યું હતું અને તેની સરખામણી અંગ્રેજોની 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' સાથે કરી હતી.
વળી, એક ટ્વીટર યૂઝરે એક ફોટો શેર કર્યો જેમાં જુદાજુદા દેશોના કાર્ટૂન કેરેક્ટરનો ફોટો લેવામાં આવ્યો છે અને ભારતના કાર્ટૂન કેરેક્ટરમાં વિરોધ પક્ષોનો ફોટો મૂકવામાં આવ્યો છે.
એક ફોટોમાં વિપક્ષી પાર્ટીઓના તમામ મોટા નેતાઓના નામ તેમના કૌભાંડીઓના નામની આગળ ટેગ કરવામાં આવ્યા છે.
એક ફોટોમાં એનડીએની સરખામણી સિંહના રૂપમાં અને વિપક્ષી પાર્ટીઓની ઉંદરના રૂપમાં કરવામાં આવી છે.આ ફોટો પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે.
સોશ્યલ મીડિયા પર વધુ એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, જેમાં I.N.D.I.A.ના સભ્યોના નામ એવી રીતે લખવામાં આવ્યા છે કે તેઓ એકસાથે 'જાયેગા તો મોદી હાય' બની જાય છે.
એક મહિલાએ ટિપ્પણી કરી અને વિપક્ષી ગઠબંધનને ફિરોઝ ગાંધીથી જૂના નામોની યાદી આપી અને લખ્યું કે 'આ રસપ્રદ છે કે ભારતમાં લોકોની ભાવનાઓનો લાભ લેવા માટે નામો કેવી રીતે બદલવામાં આવે છે'.