આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં પણ ભારે પવન સાથે પડશે વરસાદ
હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારે ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIMDએ કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં 13 અને 14 જૂને ભારે વરસાદ (64.5 115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 mm) ની શક્યતા છે.
હવામાન વિભાગે 11 14 જૂન 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ (64.5 115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 mm) ની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે કેરળમાં 11 અને 12 જૂનના રોજ ભારે વરસાદ (64.5 115.5 મીમી) થી ખૂબ જ ભારે વરસાદ (115.5 204.4 મીમી) થવાની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઝારખંડ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળોએ ગરમીની લહેર આવવાની સંભાવના છે.