Mughal Emperors: બાબરથી લઈને બહાદુર શાહ સુધી, જાણો કેટલા ભણેલા હતા મુઘલ સમ્રાટો
બાબર ભારતમાં મુઘલ વંશના સ્થાપક તરીકે ઓળખાય છે. બાબર વિદ્વાન, યોદ્ધા અને કવિ તરીકે જાણીતા હતા. તેમણે તેમની આત્મકથા તુઝુક-એ-બાબરી લખી, જે તુર્કી ભાષામાં લખાઈ હતી. તેને બાબરનામા અને બાબરની યાદો પણ કહેવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાબર પછી હુમાયુએ શાસન સંભાળ્યું. એવું કહેવાય છે કે હુમાયુની ગણતરી સૌથી વધુ વિદ્વાનોમાં થતી હતી. તેઓ તેમનો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં વિતાવતા. અહીં જ લાઇબ્રેરીમાં સીડી પરથી નીચે પડી જતાં હુમાયુનું મોત થયું હતું.
હુમાયુ પછી, શાસન સંભાળવાની જવાબદારી જલાલુદ્દીન મોહમ્મદ અકબર પર આવી, તે મુઘલ વંશના ત્રીજા શાસક હતા. અકબર અભણ હતો પણ તે ખૂબ બહાદુર હતો. અભણ હોવા છતાં, તેમણે જ્ઞાન અને સાહિત્યને ખૂબ મહત્વ આપ્યું.
જહાંગીર અકબરનો મોટો પુત્ર હતો. અકબરે તેમને શિક્ષણ મેળવવા ફતેહપુર સિકરી મોકલ્યો હતો. જ્યાં જહાંગીરને અરબી, ફારસી, તુર્કી, હિન્દી, ઇતિહાસ, ભૂગોળ, ગણિત વગેરેનું જ્ઞાન આપવામાં આવ્યું હતું.
વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલ બનાવનાર શાહજહાં જહાંગીર પછી મુઘલ શાસક બન્યો. શાહજહાંને અનેક પ્રકારની સાંસ્કૃતિક કળા જેવી કે માર્શલ આર્ટ, કવિતા અને સંગીતની સમજ હતી. શાહજહાંના જીવનની વાર્તા પાદશાહનામા તરીકે ઓળખાય છે.
શાહજહાંના પુત્ર ઔરંગઝેબની ગણતરી સૌથી ક્રૂર મુઘલ શાસકોમાં થાય છે. તેને રોજના 500 રૂપિયા મળતા હતા, જે મોટાભાગે તે તેના શિક્ષણ પાછળ ખર્ચતા હતા. ઔરંગઝેબે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. આ સિવાય શાહજહાંના પુત્ર દારા શિકોહને ઉપનિષદ વાંચવાનો ખૂબ શોખ હતો.
ઔરંગઝેબ પછી તેના પુત્ર બહાદુર શાહે મુઘલ વંશની કમાન સંભાળી. તેમણે અરબી અને ફારસી ભાષામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમને યુદ્ધ, ઘોડેસવારી અને તીરંદાજીની તાલીમ આપવામાં આવી હતી.