NDA બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા, જુઓ તસવીરો
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બેઠક બાદ એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી અને સહયોગી પક્ષોનો આભાર માન્યો હતો.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે તમે મને સર્વસંમતિથી NDAના નેતા તરીકે પસંદ કરી જે નવી જવાબદારી સોંપી છે તેના માટે હું તમારો આભારી છું. NDAના નેતા તરીકે પસંદ થવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. તમે મને ફરીથી વડાપ્રધાન તરીકેની જવાબદારી સોંપી છે. આ આપણી વચ્ચેનો વિશ્વાસ દર્શાવે છે.
નીતિશ કુમારે કહ્યું કે જેઓ હાલમાં જીત્યા છે તેઓ બધા આગામી વખતે હારી જશે. આ બધા લોકો (વિરોધી) અર્થહીન વાતો કરી રહ્યા છે. આ લોકોએ કોઇ કામ કર્યું છે? આજ સુધી તેમણે કોઈ કામ કર્યું નથી. દેશની કોઈ સેવા કરી નથી. આ વખતે મોદીને જે તક મળી છે તેનાથી વિપક્ષ માટે વધુ અવકાશ રહેશે નહીં. દેશ અને બિહાર હવે આગળ વધશે.
ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (આંધ્ર પ્રદેશમાં) એક ખૂબ જ શક્તિશાળી જાહેર સભાને સંબોધિત કરી અને તે એક મોટું પરિવર્તન આવ્યું. ઘણા નેતાઓ આંધ્ર પ્રદેશમાં આવ્યા અને રેલીઓને સંબોધિત કરી. આનાથી લોકોને વિશ્વાસ મળ્યો કે કેન્દ્ર તેમની સાથે છે. પીએમ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણી પહેલ કરી છે.
નરેન્દ્ર મોદીને NDA સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રાજનાથ સિંહે શુક્રવારે જૂના સંસદ ભવનમાં એનડી સંસદીય દળની બેઠકમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો.
આ દરમિયાન આ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવ દરમિયાન ટીડીપી ચીફ ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા.