મળો ભારતીય-અમેરિકી મૂળની આ વૈજ્ઞાનિક મહિલાને જેના નેતૃત્વમાં નાસાના રોવરનું મંગળ પર થયું સફળ લેન્ડિંગ
સ્વાતિ મોહને મિકેનિકલ અને એરસ્પેસ એન્જિનિયરિંગમાં કોર્નેલ વિશ્વ વિધાલયમાંથી બીએસસી અને એરોનોટિક્સ એસ્ટ્રોનોકિસમાં એમઆઇટી અને પીએચડી કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાસાએ આ મોટી સફળતા ભારતીય – અમેરિકી મૂળની વૈજ્ઞાનિક ડોક્ટર શ્વાતિ મોહનની અધ્યક્ષતાં મેળવી છે. આ રોવર મંગળ ગ્રહ પર જીવનની શક્યતા મુદ્દે તપાસ કરશે.
ભારતીય સમય મુજબ શુક્રવારે રાત્રે 2 કલાકને 5 મિનિટ પર નાસાના રોવરે મંગળગ્રહ પર લેન્ડ કર્યું.આ ઉપકરણ મંગળ ગ્રહ વિશેની જાણકારી એકઠી કરશે અને ચટ્ટાનની માટીના નમૂના પણ લાવશે. જેનાથી મંગળ પર જીવન ક્યારેય હતું કે નહીં તેનો પણ જવાબ મળી શકશે.
જ્યારે આખી દુનિયા નાસાના આ ઐતિહાસિક લેન્ડિંગને જોઇ રહી છે ત્યારે કન્ટ્રોલ રૂમમાં સ્વાતિ મોહન જીએન એન્ડ સી સબસિબસ્ટમ અને આખા પ્રોજેક્ટની ટીમ સાથે કોર્ડિનેટ કરી રહી છે.
વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે, આ રોવર દ્વારા દર્શનશાસ્ત્રા, ધર્મશાસ્ત્ર અને અંતરિક્ષ વિજ્ઞાન સાથે જોડાયેલા મુખ્ય સવાલોના જવાબ મળશે.
અમેરિકી અંતરિક્ષ એજેન્સી ‘નાસા’એ મંગળ ગ્રહ પર પર્સીવરેન્સ રોવર ઉતારીને ઇતિહાસ રચી દીધો છે. પર્સીવરેન્સ રોવરે ધરતી પરથી ટેક ઓફ કર્યાંના સાત મહિના બાદ સફળતાપૂર્વક મંગળ ગ્રહની લેન્ડ પર ઉતારી દીધું છે. જુઓ તેની તસવીરો
વૈજ્ઞાનિકોના મત મુજબ જો મંગળ પર જીવન હશે તો પણ એ ત્રણ ચાર અરબ પહેલા હશે. જ્યારે ત્યાં પાણી વહેતું હશે.
ડોક્ટર સ્વાતિ મોહન ભારતીય-અમેરિકી વૈજ્ઞાનિક છે. તે માત્ર એક વર્ષની હતી ત્યારે અમેરિકા જતી રહી હતી. તેનું પાલન પોષણ ઉતરી વર્જેનિયા, વોશિંગ્ટન ડીસી મેટ્રો વિસ્તારમાં થયું હતુ.
સ્વાતિ મોહન નાસામાં શરૂઆતથી જ માર્સ રોવર મિશનની સભ્ય કરી છે. ડો શ્વેતા મોહનને જણાવ્યું કે, ‘મંગળ ગ્રહ પર ટચડાઉનની પુષ્ટિ થઇ ગઇ છે.જે હવે મંગળ પર જીવનની શક્યતાની તલાશ કરશે’
- - - - - - - - - Advertisement - - - - - - - - -